આશીષ મિશ્રાને જામીન મળતા પ્રિયંકા ગાંધીનું ટ્વિટ : હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવા ઇચ્છુ છું કે કોઇ નૈતિકતા છે કે નહીં…?!?

આશીષ મિશ્રાને જામીન મળતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછવા ઇચ્છુ છું કે કોઇ નૈતિકતા છે કે નહીં? દેશ અને દેશવાસીઓ પ્રતિ, ખેડૂતો પ્રતિ કોઇ નૈતિક જવાબદારી છે કે નહીં? તમારા પ્રધાનના દીકરાએ ખેડૂતો સાથે આવું કર્યું છતા તમે પહેલા તો તેની ધરપકડ કરી નહીં, પછી જયારે બધાએ મળીને સંઘર્ષ કર્યો ત્યારે તમે આશીષ મિત્રાની ધરપકડ કરી. દરેક કાર્યક્રમમાં પ્રધાન અજય મિશ્રા તમારી સાથે હોય છે. શું આ તમને ખોટું નથી લાગતું…?!?