“ડાર્લીંગ્સ” ફિલ્મને સિનેમા ઘરોના બદલે ઓટીટી પર રિલીઝ કરવાનો ફેસલો…?!?

કેટલાક સમય પહેલા એક ખબર બહાર આવી હતી કે શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ ફરી એક પ્રોજેકટમાં સાથે કામ કરનાર છે અને તેમની ફિલ્મનું નામ ‘ડાર્લીંગ્સ’ જણાવવામાં આવ્યું હતું. ફિલ્મને શાહરૂખ ખાન અને આલિયાના પ્રોડકશન હાઉસે બનાવી છે. હવે એવી ખબર બહાર આવી છે કે ડાર્લીંગ્સને સિનેમા ઘરોના બદલે ઓટીટી પર રિલીઝ કરવાનો ફેસલો કર્યો છે.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે એક ઓટીટી પ્લેટફોર્મ ફિલ્મ મેકર્સ સાથે 80 કરોડ રૂપિયામાં ડીલ કરી છે. જોકે અધિકૃત રીતે આ બારામાં કોઇ અધિકૃત જાણકારી બહાર નથી આવી પણ લાગે છે કે સિનેમા પરથી પ્રતિબંધો હટયા પછી પણ ઓટીટીવાળાઓ પોતાના દર્શકો ગુમાવવા નથી માંગતા, કદાચ એટલા માટે જ તેઓ મોટી ફિલ્મોને લઇને આવી મોટી રકમની ઓફર કરી રહ્યા છે. જાણકારો કહે છે કે ઓટીટી પોતાના દર્શકો ખોવા નથી માંગતુ.