અણ્ણા હઝારે સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂના વેચાણની મંજૂરી આપવાના નિર્ણય વિરુધ્ધ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મેદાનમાં…

સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે. અણ્ણા હઝારેએ જાહેરાત કરી છે કે તેઓ 14મી ફેબ્રુઆરીથી અનિશ્ચિત સમય સુધી ભૂખ હડતાળ કરશે.

અણ્ણા હઝારે મહારાષ્ટ્ર સરકારના એ નિર્ણય વિરુદ્ધ ભૂખ હડતાળ કરશે જેમાં સુપરમાર્કેટ અને વોક-ઇન સ્ટોર્સમાં દારૂના વેચાણની મંજૂરી આપવામાં આવી છે. અણ્ણા હઝારે શરૂઆતથી જ આ વ્યવસ્થાની વિરુદ્ધ હતા અને તાજેતરમાં જ તેમણે મુખ્ય પ્રધાનને પત્ર પણ લખ્યો હતો. જોકે, કોઇ જવાબ ન મળ્યા બાદ હવે અણ્ણા હઝારેએ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે.

અણ્ણા હઝારેનું કહેવું છે કે સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં દારૂનું વેચાણ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય રાજ્ય માટે દુર્ભાગ્યપૂર્ણ છે. આગામી પેઢીઓ માટે આ ખતરનાક હશે. આ નિર્ણયનો વિરોધ કરવા માટે મેં અનિશ્ચિત સમય સુધી ભૂખ હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.