દેશની અગ્રણી મોબાઇલ નેટવર્ક સેવા પૂરી પાડનાર કંપની જિયોનું મુંબઈમાં નેટવર્ક ડાઉન
દેશની અગ્રણી મોબાઇલ નેટવર્ક સેવા પૂરી પાડનાર કંપની જિયોનું નેટવર્ક ડાઉન થયું હોવાની માહિતી સામે આવી છે. એટલે મુંબઈ, થાણે, નવી મુંબઈમાં જિયોની સેવા સંપૂર્ણપણે ઠપ થઇ ગઇ છે. લોકોને કોલ અને ઇન્ટરનેટ સર્વિસનો ઉપયોગ કરવામાં સમસ્યા નડી રહી છે.
આજે શનિવારે બપોરે સવા બાર વાગ્યાની આસપાસ જિયોનું નેટવર્ક ડાઉન થવાની શરુઆત થઇ હતી. એ પછી ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પર જિયોનું નેટવર્ક ડાઉન થયું હોવાના મેસેજ ફરવા લાગ્યા હતા. આ ખામી કઇ રીતે સર્જાઇ એ અંગે હજુ વધુ માહિતી સામે આવી નહીં.