કટરિના અને સલમાન વેલેન્ટાઇન ડેના દિવસે સાથે…?!?

હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કટરિના કૈફ તેના ખાસ મિત્ર સલમાન ખાન સાથે વેલેન્ટાઇન ડે મનાવવાની છે. ચોંકી ગયા ને તમે…?!? આ સમાચાર વાંચી તમે સ્તબ્ધ થઇ જાઓ એ પહેલા તમને જણાવી દઇએ કે કટરિના અને સલમાન વેલેન્ટાઇન ડેના દિવસે તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે સાથે જોવા મળશે.

સલમાન અને કટરિનાની ટાઇગર-3નું શૂટિંગ શેડ્યુલ દિલ્હીમાં ગોઠવવામાં આવ્યું છે. ફિલ્મનું છેલ્લું શેડ્યુલ જાન્યુઆરીમાં શૂટ થવાનું હતું, પરંતુ કોરોનાના કેસ વધતા તેને રિશેડ્યુલ કરવામાં આવ્યું હતું. શૂટિંગમાં ભાગ લેવા માટે સલમાન અને કટરિના બંને 12મી ફેબ્રુઆરી સુધીમાં દિલ્હી પહોંચશે અને 14મી ફેબ્રુઆરીથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

હાલમાં જ ખૂબસુરત અભિનેત્રી કટરિના કૈફ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન સંબંધમાં બંધાઇ છે. વિકી સાથે લગ્ન કર્યા પછી જ્યારે પણ તે જાહેરમાં દેખાઇ છે ત્યારે તે ઘણી ખુશ દેખાઇ છે. બંનેએ માલદિવ્સમાં તેમનું હનીમૂન મનાવ્યું હતું અને તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

લગ્નના બંધનમાં બંધાયેલા કેટ-વિકી લગ્ન બાદ તેમનો પહેલો વેલેન્ટાઇન ડે એકસાથે ઉજવી નહીં શકે, પરંતુ મોબાઇલ પર કે સોશિયલ મીડિયા દ્વારા બંને એકબીજાના સંપર્કમાં રહી શકે છે અને શું ખબર…. વિકી અચાનક દિલ્હી પહોંચીને કેટને ખૂબસુરત સરપ્રાઇઝ પણ આપી દે…!!