ઉતરપ્રદેશ યોગી સરકારના વધુ એક મંત્રી સમાજવાદી પાર્ટીમાં…?!?

ઉતરપ્રદેશમાં ટીકીટ વહેચણી સાથે પક્ષપલ્ટા પણ યથાવત રહ્યા છે. રાજ્યની યોગી સરકારના મંત્રી સ્વાતિસિંહ લખનૌના સરોજીનીનગરના ધારાસભ્ય છે પણ પક્ષે તેમને ટીકીટ આપવાને બદલે એન્ફોર્સમેન્ટમાંથી હાલમાં જ નિવૃત થયેલા ડીરેક્ટર રાજેશ્વરસિંહને ઉમેદવાર બનાવતા હવે સરોજીનીનગર બેઠક પરથી સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે સ્વાતિસિંહ ચૂંટણી લડી શકે છે. સપાએ લખનૌની બધી બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે પરંતુ આ એક બેઠકમાં હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી તેથી સ્વાતિનો ચાન્સ લાગી શકે છે.