કારમાં પ્રવાસ કરનાર એક વ્યક્તિ માટે માસ્કનો નિયમ બકવાસ ગણાવીને દિલ્હી હાઈકોર્ટે તેના પર પુન: વિચારણા કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને આદેશ આપ્યો….

 દેશમાં કોવિડ કાળમાં અમલી બનાવાયેલા અનેક કોરોના નિયંત્રણો ખરેખર જરૂરી હતા અને જરૂરી છે કે કેમ તે અંગે હવે પ્રશ્ન સર્જાવા લાગ્યા છે અને દિલ્હી હાઈકોર્ટ કારમાં પ્રવાસ કરતા લોકો માટે માસ્ક ફરજીયાતના નિયમને બકવાસ ગણાવીને તેના પર પુન: વિચારણા કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને આદેશ આપ્યો છે તથા દિલ્હી હાઈકોર્ટને પણ આ અંગે સ્પષ્ટતા કરવાની સૂચના આપી છે. હાઈકોર્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીને પ્રશ્ન પૂછયો કે હવે કોરોનાની સ્થિતિ બદલી ગઈ છે છતાં આ પ્રકારના આદેશની શું જરૂર છે?

દિલ્હીમાં એક મહિલાના ટવીટ પરથી આ મુદો જાહેરમાં આવ્યો હતો. જે સમયે તે પોતાની કારમાં બેસીને તેના માતા સાથે કોફી પી રહ્યા હતા તો તે સમયે પોલીસવાળાએ તેને કારમાં માસ્ક નહી પહેરવા બદલ રૂા.2000નો દંડ કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું કે કોરોના તેના અંત ભણી છે અને હવે કોરોના સંબંધી જે નિયમો છે તેને બદલવા જરૂરી છે. દિલ્હી સરકારે જો આદેશ કર્યો હોય તો શા માટે તે પાછો ખેચાતો નથી. દિલ્હીમાં 2020માં કારમાં માસ્ક નહી પહેરવા બદલ રૂા.500નો દંડ હતો તે વધારીને રૂા.2000 કરાયા છે.

કારમાં એકલા પ્રવાસ કરતા વ્યક્તિને માટે પણ માસ્ક પહેરવો એ આશ્ચર્ય છે તે ખુદને કંઈ રીતે સંક્રમીત કરી શકે છે. અગાઉ 2002માં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ એવી દલીલ કરી હતી કે ચાલતા વાહનમાં પણ માસ્ક ફરજીયાત છે. કાર કે તેવા વાહનમાં પ્રવાસ કરતા વ્યક્તિએ કોઈ બજાર કે ઓફીસમાં ગયો હોય તો તેને ઈન્ફેકશન લાગી શકે છે.

તેના કારના કાચ વેન્ટીલેશન માટે ખુલ્લા રાખવા જરૂરી છે. કોઈ વ્યક્તિ કારમાં બેસીને કોઈ ખરીદી કરે તો સામાવાળા વ્યક્તિનું ઈન્ફેકશન લાગી શકે છે અથવા તેનું ખુદનું ઈન્ફેકશન સામાવાળા વ્યક્તિને લાગી શકે છે. આથી કારમાં એકલા પ્રવાસ કરતા વ્યક્તિને પણ માસ્ક જરૂરી છે. જાહેર સ્થળો પર માસ્ક પહેરવો જરૂરી છે અને કાર જાહેર સ્થળ પર જ પ્રવાસ કરતી હોય છે. તેમાં બેસેલ વ્યક્તિ ગમે તે સમયે જાહેરમાં આવી શકે છે.