આ વર્ષે 5Gની ઈન્ટરનેટ સેવા શરૂ : સ્પેક્ટ્રમની હરાજી આગામી નાણાકીય વર્ષ 2022-23માં કરવામાં આવશે…

નાણાંપ્રધાન નિર્મલા સીતારામણે કેન્દ્રીય બજેટ 2022-23 રજુ કરતા કહ્યું હતું કે 2022માં 5G સર્વિસ શરૂ કરવામાં આવશે. એમણે કહ્યું હતું કે વર્ષ 2022માં 5G સર્વિસ શરુ કરવામાં આવશે અને ગામડાઓમાં બ્રાન્ડેડ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે. એની સાથે જ ટેલિકોમ સેક્ટરમાં પણ નોકરી માટે અવસર શોધવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે આ વર્ષે 5Gની સેવા શરૂ કરવામાં આવશે. તેમણે 5Gની શરૂઆત માટે વિવિધ યોજનાઓ લાવવા પર પણ ભાર મૂક્યો છે. આ બધાની સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે વર્ષ 2025 સુધીમાં ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર નાખવાનું કામ પૂર્ણ થઈ જશે. આનો અર્થ એ થયો કે ટૂંક સમયમાં ગામડાઓને ઝડપી ઈન્ટરનેટ સાથે જોડીને વધુ સારી 5G સેવા આપવામાં આવશે. આનાથી ભારત વધુ ડિજિટલ બનશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર 5G વિશે ઘણું વિચારી રહી છે.

નાણાપ્રધાને કહ્યું હતું કે પીએમ ઇ-વિદ્યાના કાર્યક્રમ ‘એક વર્ગ, એક ટીવી ચેનલ’ 12 થી વધારીને 200 ટીવી ચેનલો કરવામાં આવશે. આનાથી તમામ રાજ્યોને ધોરણ 1 થી 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ આપવામાં મદદ મળશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓ દ્વારા 5G મોબાઇલ સેવાઓની રજૂઆત માટે સ્પેક્ટ્રમની હરાજી આગામી નાણાકીય વર્ષ 2022-23માં કરવામાં આવશે.