બજેટમાં ડિજિટલ કરન્સી(ક્રીપ્ટોકરન્સી) ટ્રાન્સફરથી થતી આવક પર 30% ટેક્સ : કોંગ્રેસના આકરા સવાલો : ક્રીપ્ટોકરન્સી કાયદો લાવ્યા વગર ટેક્સ કઈ રીતે ઉઘરાવશો….?!? ક્રીપ્ટોકરન્સીના રેગ્યુલેટર કોણ હશે…?!?
નાણામંત્રીએ બજેટમાં ડિજિટલ કરન્સી(ક્રીપ્ટોકરન્સી)ને લઈને મોટી જાહેરાત કરી છે. સરકાર ડિજિટલ એસેટ ટ્રાન્સફરથી થતી આવક પર 30% ટેક્સ વસૂલશે. વધુમાં, ડિજિટલ ચલણની ભેટ પ્રાપ્તકર્તાના અંતે કર લાદવામાં આવશે. નુકસાન અન્ય કોઈ લાભ સામે સેટ કરી શકાતું નથી. ઉપરાંત, આવી મિલકતોને કરવેરા હેઠળ લાવવા માટે, નાણામંત્રીએ આ મિલકત શ્રેણીમાં મર્યાદાથી વધુના વ્યવહારો પર એક ટકા TDS (સ્રોત પર કર કપાત) વસૂલવાની પણ દરખાસ્ત કરી હતી.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટમાં ક્રીપ્ટોકરન્સીના લેણદેણથી થયેલી આવક પર 30 ટકા ટેક્સની જાહેરાત કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના રણદીપ સુરજેવાલએ આકરા સવાલો ઉઠાવતા કહ્યું હતું કે પહેલા એ જણાવો કે ક્રીપ્ટોકરન્સી શું હવેથી કાયદેસર છે, ક્રીપ્ટોકરન્સી કાયદો લાવ્યા વગર ટેક્સ કઈ રીતે ઉઘરાવશો? ક્રીપ્ટોકરન્સીના રેગ્યુલેટર કોણ હશે? ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરનારની સુરક્ષા વિષે શું? આ બધા સવાલોનો સરકાર શું ઉત્તર આપશે એ જોવું રહ્યું.