પાંચ ફેબ્રુઆરી સુધી રાજ્યની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ જ શરુ રહેશે : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાઓમાં 1થી 9ના વર્ગોમાં પાંચમી ફેબ્રુઆરી સુધી વર્ગ ખંડ શિક્ષણ (ઓફલાઇન એજ્યુકેશન) બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં થયેલી કોર કમિટીની બેઠકમાં વિદ્યાર્થીઓના આરોગ્યના હિતને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી પાંચ ફેબ્રુઆરી સુધી રાજ્યની શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ જ શરુ રહેશે. નોંધનીય છે કે રાજ્ય સરકારે અગાઉ 31મી જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.