દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ પર પેરાશૂટમાંથી યુવાન નીચે પટકાયો : સદભાગ્યે ઉંચાઈ ઓછી હોવાને કારણે કોઈ ગંભીર ઈજા ન થઇ….

દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યા બાદ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. પ્રવાસીઓના માનોરંજન માટે બીચ પર વોટર સ્પોર્ટ એક્ટિવિટીની સુવિધા રાખવામાં આવી છે. જોકે, ઘણીવાર આવી એક્ટિવિટી ખૂબ જ જોખમી સાબિત થતી હોય છે.

આવી જ એક ઘટના શિવરાજપુર બીચ પર એક યુવાન સાથે બની હતી. યુવાન પેરાશૂટ રાઈડ માટે તૈયાર થઇ બીચ પર દોડ લગાવી હવામાં જઈ રહ્યો હતો. એવામાં પેરાશૂટનું દોરડું બીચ પરના એક ટ્રેકટરમાં ફસાઈ જતા યુવાન જમીન પર પટકાયો હતો. સદભાગ્યે ઉંચાઈ ઓછી હોવાને કારણે કોઈ ગંભીર ઈજા થઇ ન હતી.

આવી આ બીજી ઘટના છે. થોડા દિવસ પહેલા દીવના બીચ પર પણ આવી ઘટના બની હતી. એવામાં કોઈ ગંભીર ઘટના ના બને એ માટે એક્ટિવિટીના સંચાલકો અને પ્રવાસન વિભાગે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.