દિશા વાકાણીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં કમબેક કરવા માટે પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયાની માગણી કરી…?!?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના દયાભાભી એટલે કે દિશા વાકાણી શોમાં કમબેક કરશે એવી ચર્ચા છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર એવી ખબર છે કે અમુક શરતો સાથે દિશા વાકાણી આ શોમાં પરત ફરવા માટે તૈયાર છે.

દિશા વાકાણીએ શોમાં કમબેક કરવા માટે પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયાની માગણી કરી છે. આ સિવાય તે દિવસમાં ફકત ત્રણ કલાક જ શૂટિંગ કરશે. સૂત્રોએ દાવો કર્યો છે કે દિશાને શોમાં પરત લેવા માટે મેકર્સ શક્ય હોય એટલા તમામ પ્રયાસો કરી રહ્યા છે. જોકે, આને લઇને દિશા વાકાણી કે શોના મેકર્સ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યુ નથી.