રશ્મિકા મંદના પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ…?!?
રશ્મિકા મંદના દક્ષિણ સિનેમાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માં પોતાના અભિનયથી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ ફિલ્મમાં તેની અલ્લુ અર્જુન સાથેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તાજેતરમાં જ રશ્મિકા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં રશ્મિકા તેના કપડાને લઈને ટ્રોલ થઈ રહી છે. લોકો કહે છે કે તેમને ઠંડી નથી લાગતી.
વીડિયોમાં રશ્મિકા મંદના એરપોર્ટ પર જોવા મળી રહી છે. તેણે હૂડી સાથે શોર્ટ્સ પહેરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે કેપ પહેરેલી છે અને તેના ચહેરા પર માસ્ક છે. કેટલાક લોકોએ રશ્મિકાના લુકના જોરદાર વખાણ કર્યા તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, “શું તમને ઠંડી નથી લાગતી?, હું સાંજે સ્વેટર પહેરીને ઘરની બહાર નીકળું તો પણ હું કાંપી જાઉં છું. બીજાએ ટિપ્પણી કરી હતી કે, એવું લાગે છે કે મેમ ઉતાવળમાં પેન્ટ પહેરવાનું ભૂલી ગયા. બીજાએ લખ્યું, મને લાગ્યું કે તે ફૂટબોલ ખેલાડી છે. ત્યાં કોઈએ કોમેન્ટ કરી, આટલી ઠંડીમાં પણ શોર્ટ્સ?
ઉલ્લેખનીય છે કે, રશ્મિકા મંદના હાલમાં ફિલ્મ ‘પુષ્માઃ ધ રાઇઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેણે અલ્લુ અર્જુન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં રશ્મિકાએ શ્રીવલ્લીની ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ ઘણી કમાણી કરી છે. બહુ જલ્દી આ ફિલ્મની સિક્વલ આવશે. હિંદી ફિલ્મના દર્શકોએ પણ આ ફિલ્મને વખાણી છે.