સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન માટે લોકસભા અને રાજયસભાનો સમય જુદો રાખવામાં આવ્યો

૩૧મી જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થઈ શકે તે માટે લોકસભા અને રાજયસભાનો સમય જુદો રાખવામાં આવ્યો છે. પહેલી ફેબ્રુઆરીએ લોકસભા ૧૧ વાગે શરૂ થશે અને બીજીથી અગિયાર ફેબ્રુઆરી સુધી સાંજના ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી ચાલશે. કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે.

બજેટ સત્રનો પ્રથમ હિસ્સો ૧૧મીએ પૂરો થશે. લોકસભાની કાર્યવાહી દરમિયાન લોકસભા અને રાજ્યસભાની ચેમ્બર્સ અને ગૅલેરીઓમાં સાંસદોના બેસવા માટે ઉપયોગ કરવામાં આવશે.

રાજ્યસભાનો સમય સવારના નવથી બપોરના બે સુધી રાખવામાં આવે તેવી સંભાવના છે.