ફિલ્મના પ્રમોશનમાં સ્ટ્રેપલેસ બ્રાલેટ તથા જોગર્સમાં આવેલી અનન્યા પાંડેને ઠંડી લાગવા લાગી : વીડિયો વાઇરલ થતાં એક યૂઝરે લખ્યુ છે કે ઠંડીમાં ફેશનના નામે આવા કપડા પહેરીને આવવાની શુ જરૂર હતી…?!!?

દીપિકા પાદુકોણ, અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી ફિલ્મ ‘ગહેરાઈયાં’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ થિયેટરમાં નહીં, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર 11મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દેવામાં આવ્યું છે. મુંબઈમાં હાલમાં જ પ્રમોશન દરમિયાન ત્રણેય કલાકારો ડિરેક્ટર શકુન બત્રા સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન અનન્યા પાંડે બ્રાઉન સ્ટ્રેપલેસ બ્રાલેટ તથા જોગર્સમાં જોવા મળી હતી. ગાર્ડન અને વધુ પડતો પવન હોવાને કારણે અનન્યાને પ્રમોશન દરમિયાન ઠંડી લાગવા લાગી હતી. અનન્યાને ધ્રુજતી જોઈને સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાનો કોટ અનન્યાને આપી દીધો હતો. આ ઇવેન્ટના અનન્યા અને સિદ્ધાંતના કેટલાક ફોટા અને વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. લોકો સિદ્ધાંતના સ્વીટ જેસ્ચરની પ્રશંસા કરી રહ્યા છે, પણ અનન્યા પાંડેને તેના આઉટફિટને લઇને ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યું હતું કે કપડા નથી કે ઠંડીમાં પહેરવા માટે? અન્ય એક યૂઝરે લખ્યુ છે કે ઠંડીમાં ફેશનના નામે આવા કપડા પહેરીને આવવાની શુ જરૂર હતી…?!?