વિકી કૌશલ અને કેટરિન કૈફ આજકાલ તેમના લગ્નને લઇને ચર્ચામાં : દિવાળીના દિવસે તેમની રોકા સેરેમની દિગ્દર્શક કબીર ખાનના ઘરે થઇ….

વિકી કૌશલ અને કેટરિન કૈફ આજકાલ તેમના લગ્નને લઇને ચર્ચામાં છે. ખબર છે કે બંને ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. હવે ખબર આવી છે કે દિવાળીના દિવસે તેમની રોકા સેરેમની થઇ ચૂકી છે. આ સેરેમની દિગ્દર્શક કબીર ખાનના ઘરે થઇ હતી. કબીરને કેટરિના તેનો ભાઇ માને છે. દિવાળીના દિવસે મુહૂર્ત ખૂબ શુભ હતું એટલે બંનેના પરિવારે રોકા સેરેમની પાર પાડવાનો નિર્ણય લીધો હતો. આ સેરેમનીમાં ફકત કેટરિના અને વિકીના પરિવારના સભ્યો જ હતા. ખબર છે કે કેટરિના અને વિકી રાજસ્થાનમાં લગ્ન કરવાના છે.