દિવાળી ગઈ પણ મહારાષ્ટ્રના રાજકારણમાં ફટાકડા ફૂટતા રહેશે : આજના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના બોમ્બ સામે આવતી કાલે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક હાઈડ્રોજન બોમ્બ ફો……..

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક પર મોટો આરોપ લગાવ્યો છે. એમણે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું હતું કે નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે અને તેના પુરાવા પણ મારી પાસે છે. એ પછી ફડણવીસે તેના પુરાવા પણ રજૂ કર્યા હતા. ફડણવીસે બે લોકોના નામ પણ લીધા હતા. એક સલીમ પટેલ અને બીજુ સરકાદ શાહ વલી ખાન. ફડણવીસે કહ્યું હતું કે આ બંને અંડવર્લ્ડના આદમી છે, જેનો નવાબ મલિક સાથે સંબંધ છે.

ફડણવીસે દાવો કર્યો છે કે નવાબ મલિકના પરિવારે 2005માં આ બંને પાસેથી મુંબઈના પોશ વિસ્તારમાં પાણીના ભાવે જમીન ખરીદી હતી.  મુંબઈના કુર્લા સ્થિત પોશ વિસ્તારમાં એલબીએસ રોડ પર 1,23,000 સ્કવેર ફૂટ જમીન આ બંને લોકોએ જ નવાબ મલિકના પરિવારને વેંચી હતી.  દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકને સવાલ કર્યો હતો કે તેમના પરિવારે મુંબઈ હુમલાના દોષિઓ પાસેથી જમીન કેમ ખરીદી? દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફ્રેન્સમાં અનેક દસ્તાવેજ પણ દેખાડ્યા હતા. એમણે કહ્યું હતું કે તેઓ આ દસ્તાવેજ એનસીપી પ્રમુખને સોંપશે.

સરકાદ શાહ વલી ખાન 1993 બોમ્બ બ્લાસ્ટનો ગુનેગાર છે, જેને આજીવન કેદની સજા થઇ હતી. એણે ટાઇગર મેનની સહાય કરી હતી સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, મુંબઈ મહાનગરપાલિકામાં બોમ્બ કયા રાખવો તેની રેકી કરી હતી. સમીર પટેલ અંડરવર્લ્ડ ડોન અને 1993 બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય ષડ્યંત્રકર્તા દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પાર્કરનો ડ્રાઇવર, બોડીગાર્ડ અને ફ્રન્ટમેન હતો.

દેવેન્દ્ર ફડણવીસના આરોપોનો નવાબ મલિકે વળતો જવાબ આપ્યો છે. નવાબ મલિકે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસે રાઇનો પહાડ બનાવીને સત્યને રજૂ કર્યું છે. નવાબ મલિકે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસે દિવાળી પછી બોમ્બ ફોડવાનુ કીધું હતું. જોકે, બોમ્બ તો ફૂટ્યો નહીં, પણ હું આવતી કાલે અંડરવર્લ્ડનો હાઇડ્રોજન બોમ્બ ફોડીશ.

નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસને જવાબ આપતા કહ્યું હતું કે મારી ઉપર અત્યાર સુધીમાં આવા પ્રકારના આરોપ લાગ્યા નથી. હું આજે તો કંઇ નહીં કહૂ. હું આવતી કાલે સવારે 10 વાગ્યે દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ સાથેના સંબંધો અંગે ખુલાસો કરીશ. અંડરવર્લ્ડનો જે ખેલ શરૂ થયો છે, તેના પર હું આવતી કાલે બોલીશ.

નવાબ મલિકે સ્પષ્ટતા કરતુ કહ્યું હતું કે જે જમીનનો ઉલ્લેખ કરવામાં આવી રહ્ય છે ત્યાં તેમનો પરિવાર ભાડા પર રહેતો હતો. એ પછી તેનો માલિકી હક ખરીદવામાં આવ્યો હતો. જમીન માલિકે અમારો સંપર્ક કર્યો હતો કે તેઓ જમીનનો માલિકી હક અમને આપવા ઇચ્છે છે. એ પછી જેના નામ પર પાવર ઑફ એટર્ની હતી, એટલે કે સલીમ પટેલ, તેની પાસેથી જમીન લેવામાં આવી.