આજ નોટબંધીની પાંચમી વર્ષી….
આજે 8મી નવેમ્બર છે. પાંચ વર્ષ પહેલા એટલે કે 2016માં આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરીને 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણમાંથી રદ કરવાની જાહેરાત કરી હતી. જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે આ બે નોટો ચલણમાં ચલણમાં 86 ટકા જેટલી હતી. તે દરમિયાન દેશમાં બેંકોની બહાર લોકોની લાંબી કતારો આજ સુધી મનમાં જીવંત છે. આ અભૂતપૂર્વ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો અને કાળા નાણાના પ્રવાહને રોકવાનો હતો. ઘણા લોકોએ નોટબંધીના આ નિર્ણયને ભ્રષ્ટાચાર પરની સર્જિકલ સ્ટ્રાઈક પણ ગણાવી હતી.
ડિમોનેટાઇઝેશનને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં તેજીનું એક મોટું કારણ માનવામાં આવે છે. ઘણા લોકો આ તર્ક સાથે નોટબંધીના નિર્ણયને સાબિત કરવાનો પ્રયાસ કરે છે, જોકે મૂળ નીતિમાં તેનો કોઈ ઉલ્લેખ નહોતો. મૂળ નીતિમાં કહેવામાં આવ્યું હતું કે આ પગલાથી ભારતીય અર્થતંત્રમાં રોકડ પ્રવાહમાં ઘટાડો થશે. પીએમ મોદીએ તે સમયે કહ્યું હતું કે ભ્રષ્ટાચારનું સાચું કારણ બિનહિસાબી નાણાં છે. ભ્રષ્ટાચારની સીધી અસર મધ્યમ અને નીચલા વર્ગની ખરીદ ક્ષમતા પર પડે છે. તમે જાતે જ અનુભવ્યું હશે કે જ્યારે તમે જમીન કે મકાન ખરીદો છો ત્યારે ચેક દ્વારા ચૂકવણી કરવાને બદલે રોકડની માગણી કરવામાં આવે છે. જેના કારણે પ્રામાણિક લોકો માટે પ્રોપર્ટી ખરીદવી મુશ્કેલ બને છે.
નોટબંધીના પાંચ વર્ષ પછી વધુને વધુ લોકો કેશલેસ પેમેન્ટ મોડ અપનાવી રહ્યા છે અને ડિજિટલ પેમેન્ટ્સમાં વધારો થયો છે. જોકે, પ્રોપર્ટીની ખરીદી અને વેચાણમાં હજુ પણ રોકડનો વ્યાપક ઉપયોગ થાય છે.