વરુણ ગાંધી અને તેમના માતા મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી છુટ્ટી…!!!

વરુણ ગાંધી અને તેમના માતા મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી હટાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે વરુણ ગાંધીએ સતત કરેલા ટ્વીટ્સ અને ખેડૂતોને નિશાન બનાવવા મુદ્દે નારાજગી વ્યકત કરતા કદાચ આ પગલું ભરવામાં આવ્યુ હોવાનુ કહેવાઇ રહ્યું છે. જોકે, પક્ષના સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે આવા પરિવર્તનો થતા રહે છે. એમા કંઇ નવુ નથી.

નોંધનીય છે કે વરુણ ગાંધીએ એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે ‘પ્રદર્શનકારીઓની હત્યા કરીને એમને ચૂપ નહીં કરાવી શકીએ. નિદોર્ષ ખેડૂતોનું લોહી વહાવનારા લોકોની જવાબદારી નક્કી થવી જોઇએ. દરેક ખેડૂતના દિમાગમાં ઉગ્રતા અને નિર્દયતાની ભાવના ઘર કરી જાય એ પહેલા તેમને ન્યાય આપો.’