લખીમપુર જઇ રહેલા નવજોત સિંહ સિદ્ધુના કાફલાને સરાહનપુરમાં રોકવામાં આવ્યો : યૂપી-હરિયાણા બોર્ડર પર ભારે પોલીસ બંદોબસ્ત
નવજોત સિંહ સિદ્ધુના કાફલાને સરાહનપુરમાં રોકવામાં આવ્યો છે. સિદ્ધુને પોલીસે અટકાયતમાં લીધા છે. સિદ્ધુ તેના કાફલા સાથે લખીમપુર જઇ રહ્યા હતા. પંજાબ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યૂપી-હરિયાણા બોર્ડર પર ભારે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કાફલાને યૂપી-હરિયાણા બોર્ડર પર રોકી દેવામાં આવ્યો છે. નવજોત સિંહ સિદ્ધુ સાથે કાફલામાં અનેક કૉંગ્રેસના નેતાઓ છે.