એરપોર્ટ પર પોલિટિકલ ડ્રામા બાદ આખરે રાહુલગાંધીને લખીમપુર જવાની મંજૂરી મળી….

યૂપી સરકારે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી તેમજ અન્ય 3 લોકોને લખીમપુર ખીરી જવાની મંજૂરી તો આપી દીધી હતી પરંતુ આ દરમ્યાન એક નવો જ ડ્રામા શરૂ થઈ ગયો હતો. રાહુલ ગાંધીને લખનઉ એરપોર્ટ પર અટકાવાયા હતા. તેમને પોતાની કારથી જવાની મંજૂરી નહીં મળતા રોષે ભરાયેલા રાહુલ ધરણા પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે “મને યુપી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે કયા પ્રકારની પરવાનગીની જરૂર છે? આ લોકો મને એરપોર્ટની બહાર જવા દેતા નથી.” બીજી તરફ ફોર્સનું કહેવું હતુ કે લખીમપુર જવા માટે વહીવટીતંત્રે જે એસ્કોર્ટ અને રૂટ નક્કી કર્યો છે તેના દ્વારા જ જવું પડશે. પરંતુ રાહુલ આ માટે સહમત થયા ન હતા. રાહુલ ગાંધીને લખનઉ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેઓને મંજૂરી મળતા તેઓ ત્યાંથી સીતાપુર જવા રવાના થયા હતા.

ઉત્તરપ્રદેશની સરકારે હવે રાજનેતાઓને લખીમપુર જવા માટેની મંજૂરી આપી દીધી છે. હવે તેમને લખીમપુર જતાં અટકાવવામાં આવશે નહીં. પરંતુ એક પાર્ટીના માત્ર 5-5 નેતાઓનું ડેલિગેશન જ લખીમપુર જઇ શકશે. હવે રાહુલ ગાંધીને પણ લખનઉ ખાતે અટકાવવામાં આવશે નહીં. સીએમ યોગી આદિત્યનાથની સાથે બેઠક બાદ અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીને 5 લોકો સાથે જવાની મંજૂરી મળી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અન્ય ત્રણ લોકોની સાથે લખીમપુર જઈ શકે છે. જોકે આ નિર્ણય વચ્ચે એક ટ્વીસ્ટ આવ્યું હતું જેમાં રાહુલગાંધીને પોતાની ગાડીમાં લખીમપુર જવા નહીં દેવાયા હતા. જેને કારણે તેઓ ધરણા પર બેસી ગયા હતા. જોકે ત્યારબાદ તેમને મંજૂરી મળતા તેઓ સીતાપુર જવા રવાના થયા હતા.

 

લખીમપુર હિંસા બાદ યુપીમાં રાજકારણ તેજ બન્યું છે. ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે બુધવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ત્રણ લોકોને મૃતકોના પરિવારજનોને મળવા માટે લખીમપુર હિંસાની મુલાકાત લેવાની મંજૂરી આપી હતી. ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે મુખ્યમંત્રી આદિત્યનાથ સાથે પણ વાત કરી હતી. લખીમપુર ખીરીમાં બનેલી ઘટનાને દુખદ ગણાવતા ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર રાજકીય રોટલા શેકવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે બહુજન સમાજ પાર્ટી (બસપા) ના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. હિંસક ઘટના સંદર્ભે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા મોનુ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ખેડૂતો પર વાહન ચઢાવી દેવાની ઘટનામાં કુલ 8 લોકોના મોત થયા હતા.