‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબિતા એટલે કે મુનમુન દત્તાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર….

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબિતા એટલે કે મુનમુન દત્તાનું એક આઈટમ સોંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તે પોતાની બોલ્ડ અદાઓ અને સ્ટાઈલથી લોકોનું દિલ જીતી રહી છે. આ આઇટમ સોંગનું શૂટિંગ સાઉથની ફિલ્મ ‘સ્ટુડન્ટ’ માટે કર્યું હતું. સંઘર્ષના સમયે મુનમુને કરેલા આ કામને હાલમાં પણ લોકો પસંદ કરી રહ્યા છે.

મુનમુને વર્ષ ૨૦૦૪માં અભિનયની શરૂઆત કરી હતી અને વર્ષ ૨૦૦૫માં કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’માં કામ કર્યું હતું. તે પછી તેણે વર્ષ ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘હોલિડે’માં પણ જોવા મળી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબિતાનું પાત્ર લોકપ્રિય થતાં મુનમુનની ફેન ફોલોવિંગ પણ વધી છે.