ઇટાલીમાં જી-૨૦ સમિટમાં ભાગ લેવા યુરોપ જશે વડાપ્રધાન મોદી….

અમેરિકી પ્રવાસના બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં યુરોપ જશે. યુરોપ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઇટાલીમાં જી -૨૦ સમિટમાં ભાગ લેશે. જી ૨૦ની કોન્ફરન્સ આગામી ૩૦-૩૧ ઓક્ટોબરના રોજ રોમ, ઇટાલીમાં યોજાવાની છે. તેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ય્ ૨૦ સમિટમાં ભાગ લેવા ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. આ પ્રવાસ માટે તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. જાે કે, જી ૨૦ કોન્ફરન્સ અંગેની સત્તાવાર જાહેરાત કરવાની હજુ બાકી છે. કોરોના સમયગાળા પછી, જી-૨૦ કોન્ફરન્સ થશે, જે ફિજીકલ સ્થિતિમાં થઈ રહી છે.

ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલી ૧૫ મી જી -૨૦ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ બાદ કોરોના વિશ્વ માટે સૌથી મોટો પડકાર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ પરિષદમાં હાજરી આપી હતી. કોન્ફરન્સની અધ્યક્ષતા સાઉદી અરેબિયાના રાજા સલમાને કરી હતી.