વરુણ ગાંધી ભાજપ છોડી શકે છે : સોશિયલ મીડિયા પ્રોફાઈલમાંથી ભાજપનું નામ કાઢી નાંખ્યુ
ભાજપના સાંસદ વરુણ ગાંધી સતત પાર્ટીની બહાર નિવેદનો આપી રહ્યા છે. તેમણે એક પત્ર દ્વારા લખીમપુર ખીરી હિંસા પર પણ પોતાનું નિવેદન આપ્યું છે. ગાંધીએ કહ્યું છે કે ખેડૂતોને ર્નિદયતાથી કચડી નાખવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના બની છે. આ ઘટનાના એક દિવસ પહેલા દેશમાં અહિંસાના પૂજારી બાપુની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જે ઘટનામાં અન્નદાતાઓ માર્યા ગયા હતા તે કોઈપણ સંસ્કારી સમાજમાં અક્ષમ્ય છે.
ભાજપના સાંસદ વરુણ ગાંધી સતત પાર્ટી લાઈનની બહાર નિવેદનો આપી રહ્યા છે. હવે તેમણે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલના બાયોમાં પણ મહત્વના ફેરફાર કર્યા છે. હવે તેમના બાયોમાં પીલીભીતથી માત્ર સાંસદ લખવામાં આવ્યું છે, જ્યારે અગાઉ પાર્ટીનું નામ પણ લખવામાં આવ્યું હતું.કહેવામાં આવી રહ્યું છે કે વરૂણ ગાંધી પાર્ટીથી નારાજ છે અને તેઓ ભાજપને ગમે ત્યારે આંચકો આપી શકે છે. આથી વરુણ ગાંધી ઘણા મહિનાઓથી ભાજપની ટીકા કરી રહ્યા છે. તેઓ ખેડૂતોની તરફેણમાં તેમના શબ્દો રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી લઈ રહ્યા છે.