શાહરુખ ખાનના લાડલાની સાથે એક દિગ્ગજ એક્ટરની દીકરી પણ હતી…?!?

શહેરના સમુદ્રકિનારામાં એનસીબીએ કોર્ડેલિયા ધ ઇમ્પ્રેસ નામના ક્રૂઝ પરથી ૮ જણની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી હતી. જોકે એવું પણ કહેવાય છે કે શાહરુખના દીકરા આર્યન સહિત ૧૩ જણની ધરપકડ કરવામાં આવી હતી, પણ એ અંગે એનસીબીએ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી આપી. જોકે એનસીબીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રૂઝ પર એક દિગ્ગજ એક્ટરની દીકરી પણ હાજર હતી. જોકે તેની ધરપકડ કરવામાં આવી નથી અને તે અંગે કોઈ પણ પુષ્ટિ પણ મળી નથી. ક્રૂઝ પર થયેલી પાર્ટી રેવ પાર્ટીનો હિસ્સો હતો કે નહીં તેની તપાસ એનસીબી કરી રહી છે. આ પાર્ટીમાં હાઇપ્રોફાઇલ લોકો અંડરગાર્મેન્ટ્સમાં ડ્રગ્સ છુપાવીને લાવ્યા હતા.