ગુજરાતનાં નવા નિયુક્ત થયેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ ૧૬મી સપ્ટેમ્બરે

ગુજરાતનાં નવા નિયુક્ત થયેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ ૧૬મી સપ્ટેમ્બર એટલે કે ગુરુવારે યોજાશે. રાજ્યના ભાજપના તમામ ધારાસભ્યોને બુધવાર સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચી જવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

રાજ્યના નવા મંત્રીમંડળમાં યુવાન ચહેરાઓ વધારે જોવા મળે તેવી સંભાવના છે. આ સાથે હાલના લગભગ સાત પ્રધાનોના પત્તા કપાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.