ગડગરીનો કટાક્ષ : દરેક જણ દુઃખી, મુખ્યપ્રધાન એટલા માટે દુઃખી છે તેમને ખબર નથી ક્યાં સુધી મુખ્ય પ્રધાનપદ પર ટકી રહેશે…?!?

કેન્દ્રના સડક પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં જયપુર વિધાનસભા પરિસરમાં સંસદીય પ્રણાલી વિષય પર આયોજીત કાર્યશાળા માં ભાગ લીધો હતો. કાર્યક્રમના સમાપન સત્ર દરમિયાન તેમણે વિધાનસભ્ય, પ્રધાન, મુખ્ય પ્રધાન વગેરે માટે કટાક્ષ કરતાં કહ્યું હતું કે સમસ્યા બધા સાથે છે. દરેક જણ દુઃખી છે.

વિધાનસભ્ય પ્રધાન નહિ બની શકવાને કારણે દુઃખી છે, પ્રધાન બની ગયા તો સારું ખાતું નહીં મળવાને માટે તેઓ દુઃખી છે. સારા ખાતાના પ્રધાન બન્યા તો મુખ્ય પ્રધાન ન બનવા બદલ દુઃખી છે અને મુખ્યપ્રધાન એટલા માટે દુઃખી છે તેમને ખબર નથી ક્યાં સુધી મુખ્ય પ્રધાનપદ પર ટકી રહેશે. એમ માનવામાં આવે છે કે ગડકરીએ પ્રધાન અને મુખ્યપ્રધાનનું ઉદાહરણ આપી પોતાની જ પાર્ટી પર કટાક્ષ કર્યો છે.