ચીનના ફુજિયાન પ્રાંતમાં કોરોના વાઇરસ એકવાર ફરીથી ફેલાઇ રહ્યો છે….
ચીનના ફુજિયાન પ્રાંતમાં કોરોના વાઇરસ એકવાર ફરીથી ફેલાઇ રહ્યો છે. કોરોનાના કેસ અચાનક વધીને બમણા થઇ ગયા છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે એક શહેરમાં થિયેટર્સ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંના રહેવાસીઓને શહેર ન છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર ફુજિયાનમાં 13મી સપ્ટેમ્બરે કોરોનાના 59 નવા કેસ સામે આવ્યા હતા. એક દિવસ પહેલા કોરોનાના ફકત 22 કેસ સામે આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં ફુજિયાનના ત્રણ શહેરોમાં કોરોનાના 102 કેસ સામે આવ્યા છે. ફુજિયાનના સ્થાનિય સ્વાસ્થ્ય અધિકારીનું કહેવું છે કે લોકો ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિયન્ટની ચપેટમાં આવ્યા છે.