ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ 2022માં લેવાશે….

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ 2022માં લેવાશે. ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી તા 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. જ્યારે તા 27 જાન્યુઆરી થી 2 ફેબ્રુ.2022 દરમ્યાન બીજી કસોટી લેવામાં આવશે. તેવી જ રીતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ 2022માં લેવાશે. જ્યારે ધોરણ 10 અને 12ની સૈદ્ધાતિક અને પ્રાયોગિક પરીક્ષા 9 થી 11 ફેબ્રુઆરીએ લેવાશે.

ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 11 થી 21 એપ્રિલ 2022 યોજાશે. શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન તેમજ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. કેલેન્ડર મુજબ પ્રથમ સત્ર 118 દિવસનું,બીજું સત્ર 130 દિવસનું રહેશે. જ્યારે નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે.