મુંબઈમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતાં ગણેશોત્સવ દરમિયાન લાગુ કરવામાં આવી ૧૪૪ની કલમ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો હોવાથી ગણેશ ચતુર્થીની ઊજવણી સંદર્ભે મુંબઇ પોલીસે પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યો છે.

મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ૧૦થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવશે. આ કલમને આધિન એક સાથે પાંચથી વધુ લોકો એકઠા થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ભગવાન ગણેશના આગમન અને વિસર્જન માટેના સરઘસને પણ મંજૂરી આપવામાં આવી નથી.

સાર્વજનિક ગણેશ મંડળોને સોશિયલ મીડિયા, વેબસાઇટ અને કેબલ નેટવર્કના માધ્યમથી ઓનલાઇન દર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની અપીલ પણ કરવામાં આવી છે, જેથી મંડપમાં ધસારો ન થાય.