સૌરાષ્ટ્ર-કચ્છ આખામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા : ભાવનગર, શિહોર અને વલભીપુરમાં ૩ ઈંચ, પાલીતાણામાં અઢી ઈંચ, જ્યારે અમરેલી, ધારી તાલાલા, ઉમરાળા અને ભેંસાણમાં બે ઈંચ વરસાદ વરસ્યો…..

ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છ આખામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અમુક ઠેકાણે ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો હતો. ભાવનગર, શિહોર અને વલભીપુરમાં ૩ ઈંચ, પાલીતાણામાં અઢી ઈંચ, જ્યારે અમરેલી, ધારી તાલાલા, ઉમરાળા અને ભેંસાણમાં બે ઈંચ વરસાદ વરસ્યો હોવાની નોંધ થઈ હતી.

રાજકોટ સહિત કચ્છમાં મેઘરાજાની સેકન્ડ ઈનિંગ શરૂ થતાં લોકોને ટાઢક વળી હતી. અનેક તાલુકાઓમાં ઝરમર ઝરમર વરસાદ પડવાને કારણે તમામ પાકોને નવું જીવનદાન મળતાં ખેડૂતોને પણ મોટો ફાયદો થયો હોવાનું જાણવા મળ્યું હતું.