પાંચ રાજયોની ચૂંટણી માટે ભાજપમાં ધમધમાટ શરૂ : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીની યાદી જાહેર….

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે થવા જઇ રહી છે ત્યારે બધા જ રાજકીય પક્ષોએ પ્રચાર માટે અત્યારથી જ કમર કસી છે. ભાજપે ચૂંટણીના પ્રચાર માટે પ્રભારીની યાદી જાહેર કરી છે.

કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પધાનને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવી છે ત્યારે સહ પ્રભારી તરીકે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરની વરણી કરવામાં આવી છે. ઉત્તરાખંડના પ્રભારીની જવાબદારી કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશી અને લોકેટ ચેટર્જી અને સરદાર આર.પી. સિંહને સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. પંજાબમાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની સાથે હરદીપ પુરી, મિનાક્ષી લેખી અને વિનોદ ચાવડાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગોવાના પ્રભારી તરીકે નિમવામાં આવ્યા છે અને સહ પ્રભારીની જવાબદારી જી. કિશન રેડ્ડી અને સુરતના સાંસદ તથા કેન્દ્રીય રેલવે પ્રધાન દર્શના જરદોશને સોંપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને મણિપુરના પ્રભારીની કામગીરી સોંપવામાં આવી છે.