કાબુલના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાન વિરોધી દેખાવો….

તાલિબાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં તેની નિર્દયતા બતાવી છે. કાબુલમાં પાકિસ્તાન વિરોધી રેલી દરમિયાન ભેગા થયેલા ટોળાને વિખેરવા માટે તાલિબાન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે.

મંગળવારે કાબુલના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પાકિસ્તાન વિરોધી દેખાવો થઈ રહ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, તાલિબાન લડવૈયાઓએ કાબુલમાં પ્રેસિડેન્શિયલ પેલેસ નજીક ગોળીબાર કર્યો હતો. અહીં મોટી સંખ્યામાં વિરોધીઓ કૂચ કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ પેલેસ પાસે કાબુલ સેરેના હોટલ છે, જ્યાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના વડા છેલ્લા એક સપ્તાહથી રોકાયા છે. જે પત્રકારો અને કેમેરામેનો મંગળવારના પ્રદર્શનનું કવરેજ કરી રહ્યા હતા તેઓની પણ તાલિબાનોએ ધરપકડ કરી છે.

અફઘાનિસ્તાનમાં છેલ્લા એક -બે દિવસથી પાકિસ્તાન વિરુદ્ધ સતત પ્રદર્શન ચાલી રહ્યા હતા. અફઘાન નાગરિકો પંજશીરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરી રહ્યા છે.