કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ બાદ શિવસેના અને ભાજપ વચ્ચે તણાવ વચ્ચે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બંધ બારણે બેઠક….!!!

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ બાદ શિવસેના અને ભાજપ વચ્ચે તણાવ વધી ગયો છે. એ દરમિયાન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિરોધ પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે બંધ બારણે થયેલી બેઠકે સૌ કોઈ ધ્યાન ખેંચ્યું છે. રાજયમાં શું ફરી નવા રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે એવા સવાલ લોકોે થઈ રહ્યા છે ત્યારે નારાયણ રાણે આ મુલાકાતને મામૂલી બેઠક ગણાવીને વાત ઉડાવી દીધી હતી.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે વિવાદસ્પદ શબ્દો બોલવા બાદ નારાયણ રાણેની ધરપકડ પછી  મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ અને શિવસેના સામસામે થઈ ગયા છે. નારાયણ રાણે પણ પોતાની જન આર્શીવાદ યાત્રા રત્નાગિરીથી ફરી શરૂ કરી દીધી છે. આ દરમિયાન ઠાકરે અને ફડણવીસે બંધ બારણે શુક્રવારે ૧૫ મિનિટ બેઠક થતાં  સૌ કોઈનું ધ્યાન તેના પર મંડાયું હતું. એ બાબતે નારાયણ રાણેની પ્રતિક્રિયા લેવામાં આવતા તેમણે આ પ્રકારની મુલાકાત થતી હોય છે, તેમાં કંઈ ખાસ કહેવા જેવું નથી કહીને મુલાકાતને લઈને ઠંડો પ્રતિસાદ આપીને પોતાને તેનાથી કંઈ ફરક પડતો નથી એવું આડકતરી રીતે કહી દીધું હોવાનું ચર્ચાય છે.

ભવિષ્યમાં ભાજપ અને સેનાની ફરી યુતી થાય તે બાબતે રાણેને સવાલ કરવામાં આવતા પક્ષના વરિષ્ઠ નેતા જે નિર્ણય લેશે તેને માન્ય રાખવામાં આવશે એવો જવાબ તેમણે આપ્યો હતો.