ભાજપની આવક 50 ટકા વધી, તમારી…?!? કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો…

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપની આવક 50 ટકા વધી, તમારી? નોંધનીય છે કે એડીઆરના રિપોર્ટ અનુસાર વર્ષ 2019-20માં ભાજપની આવકમાં 50 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ભાજપની આવક 3,623 કરોડ રૂપિયા હતી. તમને જણાવી દઇએ કે આ જ સમયગાળામાં કૉંગ્રેસને 882 કરોડ રૂપિયાની આવક થઇ હતી.