મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળે સાબિત કરી દીધું છે કે ભાજપને રોકવાનું શક્ય છે, જરૂર છે વિરોધપક્ષે ઈચ્છાશક્તિ રાખવાની : શિવસેના

શિવસેનાએ વિરોધપક્ષોને સલાહ આપતા જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં મોદી-શાહની જુલબંધીને માત આપવી હોય તો વિરોધપક્ષોએ ખૂબ જ હોશિાયરીપૂર્વક ચાલ ચાલવાની જરૂર છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળે સાબિત કરી દીધું છે કે ભાજપને રોકવાનું શક્ય છે. પક્ષના મુખપત્ર ‘સામના’માં લખ્યું હતું કે વિરોધપક્ષે  મજબૂત ઈચ્છાશક્તિ રાખવાની જરૂર છે.

મોદીએ બંગાળની ચૂંટણી સમયે ૧૯ રેલીને સંબોધી હતી અને ગૃહ પ્રધાન અમિત શાહે તમામ રાજકીય અને આર્થિક રણનીતિ અપનાવી હતી, છતાં મમતાનો ધ્વજ લહેરાયો હતો. બે વર્ષ પહેલા રાજભવનની પ્રતિષ્ઠાને દાવ પર લગાડવામાં આવી હતી, પરંતુ ભાજપ રાજ્યમાં સરકાર બનાવી શકી ન હતી. આ બન્ને રાજ્યોએ સાબિત કર્યું છે કે ભાજપને રાજકીય યુદ્ધ મેદાનમાં હરાવી શકાય છે.

તેમણે જન આશીર્વાદ યાત્રા અંગે જણાવયું હતું કે જ્યારે કંઈ પણ થઈ શકે નહીં ત્યારે યાત્રાઓ કરી લોકોને ભરમાવવાનું કામ થઈ શકે છે. તેઓ યાત્રા દરમિયાન માત્ર વિરોધપક્ષને વખોડે છે અને નિષ્ઠાવાન કાર્યકરો મુર્ખની માફક તેમાં જોડાઈ છે.