ભારતીય માનક બ્યુરો દ્વારા ફરજિયાત હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કરવા માટે ૨૩ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ભારતભરના જ્વેલર્સની હડતાલ પર……
ભારતીય માનક બ્યુરો દ્વારા દેશમાં મનસ્વી રીતે અમલમાં મુકવામાં આવેલી ફરજિયાત હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કરવા માટે હોલમાર્કિંગ પર નેશનલ ટાસ્ક ફોર્સની હાકલને પ્રતિભાવ આપીને ભારતભરના જ્વેલર્સ સોમવાર, ૨૩ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ટોકન હડતાલ પર ઉતરશે, એમ ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલએ જણાવ્યું હતું.
નેશનલ ટાસ્ક ફોર્સની રચના ૩૫૦ એસોસિયેશન તથા ફેડરેશનો દ્વારા કરવામાં આવી હતી, જે સમગ્ર જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના ચારેય ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનો આ હડતાળને ટેકો હોવોનું જીજેસીે જણાવ્યું હતું. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે જણાવ્યું હતું કે, “અમે હંમેશા હોલમાર્કિંગને આવકાર્યું છે કારણ કે તેનાથી અમારા વ્યવસાયો અને અમારા ગ્રાહકોનો વિશ્વાસ ઊભો થયો છે, પરંતુ અમે નવા HUID (હોલમાર્કિંગ યુનિક આઈડી) સાથે સહમત નથી, કારણ કે તેનો સોનાની શુદ્ધતા સાથે કોઈ સંબંધ નથી, અને તે બિન વ્યવહારું તથા અમલી બનાવી શકાય એવી નથી. આ એચયુઆઈડી છ અંકનો કોડ છે, જેનાથી બીઆઈએસને લાગે છે કે સોનાની શુદ્ધતામાં સુધારો થશે, પરંતુ બીઆઈએસ શુદ્ધતામાં કેવી રીતે સુધારો કરી શકે છે તે એક સાબિત કરી શકતું નથી, સિવાય કે તે માત્ર એક ટ્રેકિંગ પદ્ધતિ છે. ગ્રાહક સંપૂર્ણ ગુણવત્તાવાળા સોનાના દાગીના ઈચ્છે છે જે આપવાની અમને ખુશી છે.
નવી પ્રક્રિયાને ‘વિનાશક પ્રક્રિયા’ બનાવવામાં આવી છે જે અમારા જ્વેલરીને હોલમાર્ક કરવામાં નુકસાન પહોંચાડે છે. રજિસ્ટ્રેશન રદ કરવા, દંડની જોગવાઈઓ, શોધ અને જપ્તીનું તત્વ આખરે ઉદ્યોગમાં ’ઇન્સ્પેક્ટર રાજ’ લાવશે. એક દિવસીય ટોકન હડતાલ એ એચયુઆઇડીના મનસ્વી અમલીકરણ સામે અમારો શાંતિપૂર્ણ વિરોધ છે, જે અવ્યવહારુ અને અમલી નથી. એચયુઆઇડી ગ્રાહકોના હિતની વિરુદ્ધ અને વેપારમાં સરળતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. એક પ્રકારે તે ગેરકાયદેસર પણ છે, કારણ કે આ પ્રક્રિયા વ્યક્તિગત નાગરિકોની ડેટા ગોપનીયતા અને વ્યવસાયિક ગુપ્તતામાં દખલ કરે છે.
જ્વેલર્સને લાગે છે કે, બીઆઇએસમાં નોંધણી કરાવીને, તેઓએ નુકસાન અને આજીવિકા ગુમાવવાના સંદર્ભમાં તેમના ડેથ વોરંટ પર હસ્તાક્ષર કર્યા છે, જીજેસીના ડિરેક્ટર, હોલમાર્કિંગ પર નેશનલ ટાસ્ક ફોર્સના સભ્યએ જણાવ્યું હતું કે, ૧૬ જૂન ૨૦૨૧થી ૨૫૬ જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે અને અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે દસથી બાર કરોડ નંગનું ઉત્પાદન થાય છે.
વધુમાં, લગભગ સાતેક કરોડનો વર્તમાન સ્ટોકમાં હજુ હોલમાર્ક કરવાનાં બાકી છે. આ એક વર્ષમાં હોલમાર્ક કરવા માટે કુલ નંગની સંખ્યાને લગભગ ૧૬ – ૧૮ કરોડ સુધી લઈ જાય છે.