દેશમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં બેથી ૧૮ વર્ષનાં બાળકો માટે કોરોના વેક્સિન બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે….

કોરોના વાયરસ સામેની લડતને જીતવા માટે કોરોના વેક્સિન લઈને એક વધુ સારા સમાચાર મળ્યા છે. દેશમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં બેથી ૧૮ વર્ષનાં બાળકો માટે કોરોના વેક્સિન બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના ડિરેક્ટર પ્રિયા અબ્રાહમે આ વાતને સમર્થન પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે બાળકો માટેની કોરોના વેક્સિનની ટ્રાયલ્સ હાથ ધરવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં બેથી ૧૮ વર્ષનાં બાળકોને પણ વેક્સિન આપવી શક્ય બનશે.