કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ઓબીસી ક્વૉટા નક્કી કરવાનો હક આપ્યો, પરંતુ જ્યાં સુધી અનામત પર ૫૦ ટકાની મર્યાદા લાગુ છે ત્યાં સુધી આ કાયદો અમલમાં મૂકી શકાશે નહીં : એનસીપીના ચીફ શરદ પવાર

ઓબીસી અનામત મામલે એનસીપીના ચીફ શરદ પવારે કેન્દ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે નવો કાયદો લાવી સરકારે ઓબીસી સમાજને અન્યાય કર્યો છે. તેમણે રાજ્યોના હાથ બાંધી દીધા છે અને સામે જમવાનો થાળ ધર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ઓબીસી ક્વૉટા નક્કી કરવાનો હક આપ્યો છે, પરંતુ જ્યાં સુધી અનામત પર ૫૦ ટકાની મર્યાદા લાગુ છે ત્યાં સુધી આ કાયદો અમલમાં મૂકી શકાશે નહીં. બંધારણમાં ફેરબદલ માત્ર છેતરામણી માટે છે અને કોઈએ આ વાત વડા પ્રધાન મોદી સામે બોલવાની હિંમત કરવી પડશે. તેમણે ૫૦ મર્યાદા હટાવવાની માગણી કરી હતી અને જ્ઞાતિ આધારિત વસતિ ગણતરી કરવાની પણ માગણી કરી હતી.