તાલીબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને બ્રિજ અને ઈન્ફ્રસ્ટ્રક્ચર પ્રોજેક્ટનાં ભરપેટ વખાણ કર્યાં અનેભારતને ચેતવણી પણ આપી કે જો ભારત તેનું લશ્કર અહીં મોકલવાની ભૂલ કરશે તો પરિણામ ભોગવવાં પડશે….

અફઘાનિસ્તાનમાં એક પછી એક શહેર પર તાલીબાન કબજો જમાવી રહ્યું છે. કાબુલ નજીક પહોંચેલા તાલીબાને અફઘાનિસ્તનમાં ભારતીય પ્રોજેક્ટનાં વખાણ કર્યાં હતાં. તાલીબાનના પ્રવક્તા મોહમ્મદ સુહૈલ શાહીને બ્રિજ અને ઈન્ફ્રસ્ટ્રક્ચર પ્રોજેક્ટનાં ભરપેટ વખાણ કર્યાં હતાં.

જોકે શાહીને ભારતને ચેતવણી પણ આપી હતી કે જો ભારત તેનું લશ્કર અહીં મોકલવાની ભૂલ કરશે તો પરિણામ ભોગવવાં પડશે. દરમ્યાન ગુરુદ્વારામાંથી નિશાન સાહિબ હટાવવાને મામલે તેમણે કહ્યું હતું કે એ શિખ સમુદાયે જ હટાવ્યા હતા. જોકે બાદમાં શિખ સમુદાયના લોકોએ નિશાન સાહિબને પાછો લહેરાવ્યો હતો.