કેન્દ્રના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નાં મુખ્ય વિજ્ઞાની ડૉ. સૌમ્યા સ્વામીનાથનને મળ્યા…..

કેન્દ્રના આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નાં મુખ્ય વિજ્ઞાની ડૉ. સૌમ્યા સ્વામીનાથનને ગુરુવારે મળ્યા હતા અને કોવિડ-૧૯ સામેની ભારત બાયોટેકની રસી – કોવેક્સિનને આ વૈશ્વિક સંસ્થાની મંજૂરી આપવાની બાબતમાં ચર્ચાવિચારણા કરી હતી.

મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું હતું કે ડૉ. સૌમ્યાએ કોવિડ-૧૯ના રોગચાળાને નાથવા માટે ભારત દ્વારા હાથ ધરાયેલા પગલાંની પ્રશંસા કરી હતી. અગાઉ, રાજ્યસભામાં ગયા મહિને જણાવાયું હતું કે ભારત બાયોટેકે રસી – કોવેક્સિનને લગતા બધા દસ્તાવેજો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને સુપ્રત કરી દીધા હતા અને આ વૈશ્ર્વિક સંસ્થાએ સંબંધિત દસ્તાવેજોની સમીક્ષા કરવાનું શરૂ પણ કરી દીધું હતું.