દેશના મોડલ રાજ્ય ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી ૨૦ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત…!!!

લોકસભામાં દેશમાં શૈક્ષણિક સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી હતી તે દરમ્યાન કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને અહેવાલ રજૂ કરતાં ગુજરાતની સ્થિતિ અંગે તારણો રજૂ કર્યાં હતાં. અહેવાલમાં જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા શિક્ષણમાં પાછળ છે, જ્યારે સૌરાષ્ટ્રના ૭ જિલ્લાનો શૈક્ષણિક પછાતની યાદીમાં સમાવેશ છે.

આશ્ચર્યનીવાત છે કે દેશમાં વિકાસ મોડલ તરીકે જેની છાપ ઊપસી છે એ ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૨૦ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત છે. આનો સીધો અર્થ એ પણ થઈ રહ્યો છે કે ગુજરાતનું શિક્ષણ ઉત્તર પ્રદેશના શિક્ષણ કરતાં કથળી રહ્યું છે.