ઓબીસી અનામત બિલ પાસ થઇ જતા હવે રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર હશે : બિલ પાસ કરવા માટે વિપક્ષનો પણ મોદી સરકારને મળ્યો સાથ…!!!
સંસદના ચોમાસા સત્રમાં આમ તો વિપક્ષનો હોબાળો જોવા મળે છે, પણ આજે અલગ માહોલ જોવા મળ્યો હતો. ઓબીસી અનામત બિલ પાસ કરવા માટે વિપક્ષ પણ મોદીની સાથે આવ્યું હતું.
કેન્દ્ર સરકારે ઓબીસી અનામત સાથે જોડાયેલુ મહત્ત્વનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલ પાસ થઇ જતા હવે રાજ્યોને પોતાની ઓબીસી યાદી બનાવવાનો અધિકાર હશે. આ બિલ રજૂ થવા પહેલા કૉંગ્રેસ સહિત 15 વિપક્ષી પાર્ટીઓએ આના પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં એમણે અન્ય પછાત વર્ગ સંબંધિત બિલને પસાર કરવામાં સરકારને સમર્થન આપવાનો નિર્ણય લીધો હતો.