કોરોના ઈફેક્ટ : મુંબઈમાં ગણેશ મંડળો ગણેશોત્સવની ઉજવણી રદ કરવાના મૂડમાં…?!?

ગણેશોત્સવને એક મહિનો બાકી રહ્યો હોવા છતા અત્યાર સુધી મુંબઈ મહાનગરપાલિકા પાસે માત્ર 200 સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની અરજી આવી છે. મુંબઈમાં લગભગ 12,000 સાર્વજનિક ગણેશ મંડળો આવેલા છે.

સામાન્ય રીતે રસ્તા પર મંડપ ઊભો કરવા માટે ગણેશ મંડળોએ પાલિકાની મંજૂરી લેવી પડે છે. આવા ત્રણ હજાર મંડળો દર વર્ષે મંડપ ઊભા કરવા માટે પાલિકા પાસેથી મંજૂરી લેતા હોય છે. એ માટે પાલિકાએ 14મી જુલાઇથી અરજી મગાવવાની શરૂઆત કરી દીધી છે.

જોકે, અનેક સમસ્યાને કારણે મંડળો ગણેશોત્સવની ઉજવણી રદ કરવાના મૂડમાં જણાઇ રહ્યા છે.