ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થવાના વાયરલ સમાચાર પાયાવિહોણા : મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગુજરાત વિધાનસભાની મુદત નવેમ્બર-ડિસેમ્બરમાં પૂરી થઇ રહી હોવાથી વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. એમણે જણાવ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થવાના સમાચાર હાલ વાયરલ થયા છે, જે પાયાવિહોણા છે. રાજયમાં નિયત સમયે જ ચૂંટણી યોજાશે.’
ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી કરવાના જે સમાચાર સામે આવ્યા છે તે અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે ‘યુપીની ચૂંટણી સાથે ગુજરાતને કોઇ લેવાદેવા નથી’.