વૅક્સિનના બંને ડોઝ લીધેલ ભારતીય મુસાફરોને હવે ૧૦ દિવસ હોટેલમાં ફરજિયાત ક્વોરન્ટાઇન નહીં થવું પડે : યુકેએ ભારતીયો પરના પ્રવાસ નિયંત્રણ હળવા કર્યા….

યુનાઇટેડ કિંગડમે ૮ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ ભારતને તેની ‘લાલ’માંથી ‘એમ્બર’ સૂચિમાં ખસેડ્યું છે અને ભારત માટે મુસાફરીના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે, જે મુજબ હવે વૅક્સિનના બંને ડોઝ લઇને આવેલા ભારતીય મુસાફરોને હવે ૧૦ દિવસ હોટેલમાં ફરજિયાત ક્વોરન્ટાઇન નહીં થવું પડે.

ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ સોશિયલ કેર (ડીએચએસસી)એ સ્પષ્ટતા કરી હતી કે ભારતથી વૅક્સિન લઇને આવનારા બધા પ્રવાસીઓએ હવે ઘરમાં અથવા કંપલસરી લોકેટર ફોર્મમાં તેમણે જણાવેલા સ્થળે ક્વૉરન્ટાઇનમાં રહેવું પડશે.

હવે વ્યક્તિ દીઠ ૧,૭૫૦ પાઉન્ડના દરે સરકારમાન્ય સુવિધાઓમાં ૧૦ દિવસ સેલ્ફ આઇસોલેશનની આવશ્યક્તા નથી. માત્ર યુકે અને યુરોપમાં વૅકિસન લેનારા લોકોને જ હોમ ક્વૉરન્ટાઇનની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે.

‘દુનિયાભરમાં હાલમાં કોરોનાની જુદી જુદી રસી આપવામાં આવી રહી છે અને યુકેમાં લગાવવામાં આવતી રસી સિવાયની કઇ રસી પ્રમાણભૂત છે, એના પર અભ્યાસ ચાલી રહ્યો છે, એમ ડીએચએસસીએ જણાવ્યું હતું.

ભારતની સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી ઑક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વૅક્સિન અંગે અટકળો લગાવવામાં આવતી હતી. આ વૅક્સિનને યુકેએ સ્વીકૃત રસીના રૂપમાં માન્યતા આપી દીધી છે.

જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે યુકેની મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રૅગ્યુલેટરી એજન્સી દ્વારા હજી સુધી ઑક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની ભારતીય રસીને વૅક્સજેવેરિયા નામે માન્યતા આપવામાં આવી છે.