ક્યાં સુધી લોકલ ટ્રેન બંધ રાખશો….??? મુંબઇ હાઈકોર્ટનો મહારાષ્ટ્ર સરકારને સવાલ…..
રાજ્યમાં એક બાજુ કોરોનાના કેસમાં ધટાડો નોંધાયો હોવા છતાં પણ મુંબઇની લોકલ ટ્રેન સામાન્ય નાગરિકો માટે બંધ રાખવામાં આવી છે.
કેસ ઓછા થયા પછી રાજય સરકારે વેપારીઓને રાતના 10 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની છૂટછાટ બાદ હવે લોકલ ટ્રેનની સેવા શરૂ કરવાની માંગણી પણ કરવામાં આવી છે.
આજે આ મુદ્દે મુંબઈ હાઈકોર્ટે પણ મુંબઈકરોના હિતમાં રાજ્યસરકારને સવાલ કર્યો હતો કે ” ક્યાં સુધી લોકલ ટ્રેન બંધ રાખશો. દરેક શહેરની જરૂરિયાતો અલગ છે. લોકલ ટ્રેન મુંબઈના સામાન્ય લોકોની જરૂરિયાત છે. જો તમે બસમાં ધસારો સ્વીકારો છો, તો પછી લોકલ ટ્રેન કેમ નહીં? જેના જવાબમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ટ્રેન શરૂ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. જવાબદારીની સંપૂર્ણ કાળજી રાખીને લોકલ ટ્રેન શરૂ કરવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવુ આશ્વાસન આપ્યું હતું…