રાજકોટ કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : પારૂલ મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓના મૃત્યુ….

રાજકોટ કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ ભાવિ ડૉકટરનું મૃત્યુ થયું હતું, જયારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય યુવકો પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ હોમિયોપેથિક પારૂલ મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા.

કાલાવડ રોડ હાઇવે પર મેટોડા જીઆઇડીસી નજીક બપોરે એક વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસના આગળના ભાગમાં અંદર ઘૂસી ગઇ હતી. જેસીબીની મદદથી કારને બસમાંથી બહાર કાઢીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.