ગુજરાતમાં ટૂંક સમયમાં છઠ્ઠા ધોરણથી લઇને આઠમા ધોરણના ઑફલાઇન વર્ગ શરૂ કરવામાં આવશે : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં છઠ્ઠા ધોરણથી લઇને આઠમા ધોરણના ઑફલાઇન વર્ગ શરૂ કરવામાં આવશે, એવી માહિતી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આપી હતી. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં કોર કમિટીની બેઠક થશે. આ બેઠકમાં ધોરણ છથી આઠના વર્ગ શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે નવમા ધોરણથી લઇને બારમા સુધીના વર્ગ શરૂ થઇ ચૂક્યા છે. કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવતા હવે તબક્કાવાર રીતે શાળાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે.