ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે ત્રણ વખતની સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને ઇતિહાસ રચ્યો : સેમિફાઇનલમાં જગ્યા બનાવી….

પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સૌથી મોટી ખુશખબર આવી છે. ભારતીય હોકી ટીમ 4 દાયકા પછી ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. આ સાથે જ ભારતની મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર 2 ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા હોકી ટીમે હાફ ટાઇમમાં ઓસ્ટ્રેલિયા પર 1-0ની લીડ મેળવી હતી.

ભારતીય મહિલા ટીમને ત્રણ વખતની સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં 1-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી. ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય મહિલા ટીમ ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી છે. 1980 ની ઓલિમ્પિક્સ રાઉન્ડ રોબિન ધોરણે રમાઈ હતી જેમાં મહિલા ટીમ અંતિમ 4 માં આવીને હારી ગઈ હતી.

ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને ઇતિહાસ રચ્યો અને ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પહોંચી. પ્રથમ વખત ભારતીય મહિલા ટીમ ઓલિમ્પિકમાં સેમી ફાઇનલ મેચ રમશે. છેલ્લી 3 મિનિટ ખૂબ જ રોમાંચક હતી. ઓસ્ટ્રેલિયાની ટીમને 2 પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતના ડિફેન્સે શાનદાર કામ કર્યું અને ઓસ્ટ્રેલિયાને રોકીને ઈતિહાસ રચ્યો.